ચૂંટણી હાર્યા પછી શું મમતા બેનર્જી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી CM તરીકે ચાલુ રહી શકે? શું કહે ભારતીય કાનૂન?
 |
| "ભારતીય બંધારણની જટિલ કલમોને સરળ રીતે સમજો. આ ઇન્ફોગ્રાફિક મુખ્યમંત્રીની નિમણૂક (કલમ ૧૬૪), રાજ્યપાલની વિશેષ સત્તાઓ અને કટોકટીના સમયે લાગુ થતા રાષ્ટ્રપતિ શાસન (કલમ ૩૫૬) ની વિગતવાર સમજ આપે છે." |
(TOC)
આખા વિશ્વમાં જો કોઈ લોકશાહીની વાત કરવામાં આવે તો તે છે ભારત દેશ અને ભારતીય લોકશાહીની સૌથી મોટી સુંદરતા "જનાદેશ" છે. જ્યારે કોઈ રાજ્યના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સરકાર બનાવે છે, ત્યારે ચૂંટાયેલી પાર્ટીને શાસન કરવાનો અધિકાર મળતો હોય છે, જો તેનાથી વિપરીત વાત કરીએ તો, જ્યારે લોકો કોઈ પક્ષ કે પાર્ટીને ચૂંટણીમાં નકારે છે, ત્યારે નૈતિકતાના નિયમો શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની માંગ કરે છે. પરંતુ જ્યારે હારેલા પક્ષના મુખ્યમંત્રી બહુમતી ન હોય તેમ છતા સી.એમ નું પદ્દ છોડવા તૈયાર ન થાય ત્યારે બંધારણીય કટોકટી (Constitutional Crisis) અસ્તિત્વમાં આવે છે અને આવા સંજોગોમાં બંધારણ ની રક્ષા કરવા રાજ્યપાલ પોતાની મળેલી રાજ્યપાલની સત્તાઓ (governor's power) નો ઉપયોગ કરી ને આવા મુખ્યમંત્રીને (જે પદ્દ છોડવા તૈયાર ન હોય) એવા મુખ્યમંત્રીનું રાજીનામું (chief minister resignation) માંગી શકે અને જો તે વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે પદ્દ છોડવા તૈયાર ન હોય તેવા સંજોગોમાં ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬૪ મુજબ રાજ્યપાલ પોતાની મળેલી રાજ્યપાલની સત્તાઓ નો ઉપયોગ કરી બરતરફ એટલે કે ડીસમિસ કરી શકે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ મુખ્યમંત્રી - જેમ કે મમતા બેનર્જી કે અન્ય કોઈ - વિધાનસભા ચૂંટણી હાર્યા પછી પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કરે તો શું થાય છે?
- શું ભારતીય બંધારણમાં આવી પરિસ્થિતિને સંબોધવા માટે કોઈ ચોક્કસ જોગવાઈઓ છે?
- શું કોઈ મુખ્યમંત્રી બળજબરીથી પોતાની બેઠક જાળવી રાખી શકે છે?
આ બ્લોગમાં, ચાલો આ જટિલ બંધારણીય પ્રશ્નોના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ.
📕ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬૪ મુજબ મુખ્યમંત્રીની નિમણૂક અને કાર્યકાળ.
ભારતીય બંધારણનો અનુચ્છેદ 164 મુખ્યમંત્રી અને તેમના મંત્રી પરિષદની નિમણૂક અને કાર્યકાળ સાથે સંબંધિત છે. આ અનુચ્છેદ સ્પષ્ટ કરે છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે.
સૌથી મહત્વની વાત અનુચ્છેદ 164(1) માં છુપાયેલી છે, જે કહે છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓ, રાજ્યપાલની 'પ્રસાદપર્યંત' (During the pleasure of the Governor) પોતાના પદ પર રહેશે. આનો કાનૂની અર્થ એ છે કે રાજ્યપાલ પાસે મુખ્યમંત્રીને પદ પરથી હટાવવાની સત્તા છે, જો મુખ્યમંત્રી પાસે વિધાનસભામાં બહુમતી ન હોય.
બંધારણના અનુચ્છેદ 164(2) અનુસાર, મંત્રી પરિષદ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભા પ્રત્યે ઉત્તરદાયી હોય છે.
- જો કોઈ મુખ્યમંત્રી ચૂંટણી હારી જાય અને તેમની પાર્ટીને પણ બહુમતી ન મળે, તો તેનો સીધો અર્થ એ છે કે તેમણે વિધાનસભાનો વિશ્વાસ ગુમાવ્યો છે.
- વિશ્વાસ ગુમાવ્યા પછી પદ પર બની રહેવું ગેરબંધારણીય છે.
📝જો ચૂંટણી હારી ગયા બાદ કોઈ મુખ્યમંત્રી રાજીનામું ન આપે, તો શું થશે? (Step-by-Step) પ્રક્રિયા
- રાજ્યના રાજ્યપાલની સત્તા
- જીતેલી પાર્ટીને સરકાર રચવા માટે આમંત્રણ
- આર્ટિકલ 356 : રાષ્ટ્રપતિ સાશન
👉(૧) રાજ્યપાલની સત્તા: દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હોય છે અને દરેક રાજ્યના રાજ્યપાલ એ બંધારણીય વડો કહેવામાં આવે છે, અને જો રાજ્યમાં ચૂંટણી થાય તે દરમિયાન સત્તાધારી પક્ષ હારી જાય અથવા તો રાજ્યના મુખ્યમંત્રી પોતાનું બહુમત ગુમાવે તેવા સંજોગોમાં રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આવા મુખ્યમંત્રીને પદ પરથી હટાવી શકે છે, પરંતુ કોઈ સંજોગોમાં ચૂંટણી હારી ગયા પાંચ કોઈ મુખ્યમંત્રી પોતાનું પદ છોડવા તૈયાર નથી તો રાજ્યના રાજ્યપાલ તેને બરતરફ એટલે કે ડીસમિસ કરી શકે છે, અને આદેશ પસાર કરી શકે કે હવે આ વ્યક્તિ મુખ્યમંત્રી નથી.
👉(૨) જીતેલી પાર્ટીને સરકાર રચવા માટે આમંત્રણ: રાજ્યના રાજ્યપાલ કેવી પાર્ટીને આમંત્રણ આપી શકે જેને બહુમતી હાસિલ કર્યું હોય તેને સરકાર રચવા માટે આમંત્રણ આવી રીતે આમંત્રણ આપ્યા પાંચ સરકારની રચના થાય મુખ્યમંત્રી ની શપથવિધિ થાય એટલે જૂના મુખ્યમંત્રી નું પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
👉(૩) રાષ્ટ્રપતિ શાસન: જો સ્થિતિ એટલી ગંભીર બની જાય કે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર ન હોય અને રાજ્યમાં હિંસા કે અરાજકતાની સ્થિતિ સર્જાય, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી શકે છે.
- આ રિપોર્ટમાં તેઓ કહી શકે છે કે "રાજ્યનું શાસન બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ નથી."
- ત્યારબાદ કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ તે રાજ્યમાં અનુચ્છેદ 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. આવી સ્થિતિમાં વિધાનસભા ભંગ કે સ્થગિત કરી દેવામાં આવે છે અને શાસન રાજ્યપાલના હાથમાં જાય છે.
➡️ચૂંટણી હારી ગયા બાદ મુખ્યમંત્રી પદ ઉપર રહી શકે?
ભારતીય બંધારણનો અનુચ્છેદ 164(4) કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે વિધાનમંડળનો સભ્ય નથી, તે પણ 6 મહિના માટે મંત્રી કે મુખ્યમંત્રી બની શકે છે.
- ઉદાહરણ: 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમની પાર્ટી (TMC) ને ભારે બહુમતી મળી હતી.
- આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા, પરંતુ બંધારણ મુજબ તેમણે 6 મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું ફરજિયાત હતું, જે તેમણે ભવાનીપુર પેટાચૂંટણી જીતીને પૂર્ણ કર્યું.
- પરંતુ યાદ રહે: આ ત્યારે જ શક્ય છે જ્યારે તેમની પાર્ટી પાસે બહુમતી હોય. જો પાર્ટી જ ચૂંટણી હારી જાય, તો આ નિયમ લાગુ પડતો નથી.
📌કાર્યવાહક મુખ્યમંત્રી અને તેની મર્યાદાઓ.
ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી રાજીનામું આપે છે, પરંતુ રાજ્યપાલ તેમને "આગલી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી" પદ પર બની રહેવા કહે છે. આને 'કાર્યવાહક મુખ્યમંત્રી' કહેવામાં આવે છે.
- કાર્યવાહક મુખ્યમંત્રી પાસે બહુ મર્યાદિત સત્તાઓ હોય છે.
- તેઓ કોઈ મોટો નીતિવિષયક નિર્ણય લઈ શકતા નથી, કે કોઈ મોટી નાણાકીય ફાળવણી કરી શકતા નથી.
📋સુપ્રીમ કોર્ટની ભૂમિકા.
જો કોઈ મુખ્યમંત્રી જિદ પકડે, તો મામલો ન્યાયપાલિકા (High Court અથવા Supreme Court) માં જઈ શકે છે. ભારતની સર્વોચ્ચ અદાલત 'બંધારણની રક્ષક' છે.
- એસ.આર. બોમ્મઈ વિરુદ્ધ ભારત સંઘ (1994) ના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બહુમતીનું પરીક્ષણ માત્ર વિધાનસભામાં (Floor of the House) જ થવું જોઈએ.
📚કેસ લૉ( case laws) ની વિગતો.
| કેસ નું નામ |
ચુકાદો |
મહત્વ |
| એસ. આર. બોમ્મઈ વિરુદ્ધ ભારત સંઘ (1994) (ભારતનો સૌથી મહત્વનો કેસ ગણાય છે જે રાજ્ય સરકારોની બરતરફી અને રાષ્ટ્રપતિ શાસન સાથે જોડાયેલો છે) |
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ સરકાર પાસે બહુમતી છે કે નહીં, તેનો નિર્ણય રાજભવનમાં નહીં પરંતુ વિધાનસભાના ફ્લોર (Floor of the House) પર થવો જોઈએ. |
આ કેસ દ્વારા કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) ના મનસ્વી ઉપયોગ પર રોક લગાવવામાં આવી હતી. |
| બી. આર. કપૂર વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય (2001) આ કેસ મુખ્યમંત્રીની નિમણૂક અને તેમની લાયકાત પર પ્રકાશ પાડે છે. |
સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે જો કોઈ વ્યક્તિ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરેલી હોય (દા.ત. ગુનાહિત કેસમાં સજા), તો તે વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકતી નથી, ભલે તેની પાસે બહુમતી ધરાવતી પાર્ટીનું સમર્થન હોય. |
બંધારણીય નૈતિકતા અને કાયદાના શાસનને સર્વોપરી ગણે છે. |
| કેસની માહિતી |
ચુકાદો |
મહત્વ |
| રામેશ્વર પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ (2006) (આ કેસ વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના અધિકારો સાથે સંબંધિત) |
કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ માત્ર 'શંકા' ના આધારે કે પક્ષપલટાની શક્યતાના આધારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે નહીં. |
રાજ્યપાલની સત્તાઓ મર્યાદિત છે અને તે ન્યાયિક પુનરાવલોકન (Judicial Review) ને પાત્ર છે. |
| નબામ રેબિયા કેસ (2016) (અરુણાચલ પ્રદેશના આ કેસમાં રાજ્યપાલની વિવેકાધીન સત્તાઓ) |
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાજ્યપાલ પોતાની મરજીથી વિધાનસભાનું સત્ર બોલાવી કે મોકૂફ રાખી શકતા નથી; તેમણે મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરવું પડે છે. |
આ ચુકાદાએ રાજ્ય સરકારની સ્વાયત્તતાને મજબૂત કરી હતી. |
નિષ્કર્ષ: ભારતમાં કોઈ પણ મુખ્યમંત્રી માટે ચૂંટણી હાર્યા પછી જબરદસ્તી પદ પર બની રહેવું અશક્ય છે. ભારતનું બંધારણ એટલું સશક્ત છે કે તે એવી કોઈ પણ વ્યક્તિને સત્તા પરથી બેદખલ કરી શકે છે જે લોકતાંત્રિક જનાદેશનું સન્માન નથી કરતું. રાજ્યપાલની સત્તાઓ, રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ અને ન્યાયપાલિકાની સક્રિયતા એ સુનિશ્ચિત કરે છે કે સત્તા હંમેશા તેની પાસે રહે જેને જનતાએ ચૂંટ્યા છે.
Disclaimer : આ લેખ બંધારણીય જોગવાઈઓની સામાન્ય જાણકારી આપવાના હેતુથી લખવામાં આવ્યો છે. આ કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિ વિશેષ પ્રત્યે સમર્થન કે વિરોધ વ્યક્ત કરતો નથી.
Welcome to the lexedge, please don't spam in comments.