જન્મ અને મરણ નોંધણી સુધારા વિધેયક ૨૦૨૬: જાણો તમારા માટે શું બદલાયું?
|
| 'જન્મ અને મરણ નોંધણી (સુધારા) વિધેયક ૨૦૨૬' આવ્યા બાદ મોડી નોંધણી કરાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને કડક બની ગઈ છે. જો ૨ વર્ષથી વધુ સમય વીતી જાય, તો તમારે ફરજિયાત કોર્ટનો ઓર્ડર લાવવો પડશે! |
ભારત સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં 'જન્મ અને મરણ નોંધણી (સુધારા) વિધેયક ૨૦૨૬' 'Birth and Death Registration Amendment Bill', પસાર કરવામાં આવ્યું છે. આ નવો કાયદો વર્ષ ૧૯૬૯ના મૂળ અધિનિયમમાં મોટા ફેરફારો કરે છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ કાયદો લાગુ થતાં જ જન્મ અને મરણના દાખલા મેળવવાની પ્રક્રિયા, ખાસ કરીને મોડી નોંધણી (Delayed Registration) કરાવવાના નિયમો ખૂબ જ કડક બની ગયા છે.
💡 મુશ્કેલીથી બચવાનો એક જ ઉપાય: કોઈપણ જન્મ કે મરણની ઘટનાના ૨૧ દિવસમાં જ સ્થાનિક ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં નોંધણી કરાવો.📢 જનહિતમાં જાહેર: આજે જ આ માહિતી તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો!
📌 નવો નિયમ કેમ લાવવામાં આવ્યો?
⏱️ નોંધણી માટેનો સમયગાળો: ૨૧ દિવસનો સુવર્ણ નિયમ
- ૨૧ દિવસની અંદર: બાળકનો જન્મ થાય કે કોઈ વ્યક્તિનું અવસાન થાય, તેના ૨૧ દિવસની અંદર ફરજિયાત નોંધણી કરાવી લેવી જોઈએ. આ સમયગાળામાં કોઈ વધારાની કાનૂની ગૂંચવણ કે દંડ હોતો નથી.
- ૨૧ દિવસથી ૧ વર્ષ સુધી: જો કોઈ કારણસર ૨૧ દિવસ ચૂકી જવાય, તો નિયત લેટ ફી (Late Fee) ભરીને ૧ વર્ષની અંદર સ્થાનિક રજિસ્ટ્રાર (તલાટી અથવા નગરપાલિકા અધિકારી) પાસે નોંધણી કરાવી શકાય છે.
⚖️ વિલંબિત (મોડી) નોંધણી માટે કડક જોગવાઈઓ
Amendment of
- ૧ વર્ષથી ૨ વર્ષ સુધીનો વિલંબ (૧ to ૨ Years Delay)
- જો ૧ વર્ષ કરતાં વધુ સમય વીતી જાય, તો સ્થાનિક રજિસ્ટ્રાર સીધી નોંધણી કરી શકશે નહીં. તેના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા સરકાર દ્વારા નિયુક્ત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી અને કડક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
- ૨ વર્ષથી વધુ સમયનો વિલંબ (More than ૨ Years Delay) – સૌથી મોટો ફેરફાર
- જો કોઈ બાળકના જન્મની કે વ્યક્તિના મરણની નોંધણી કરાવવામાં ૨ વર્ષથી વધુ સમયનો વિલંબ થયો હોય, તો વહીવટી અધિકારીઓ પાસે પણ સત્તા રહેશે નહીં. તેના માટે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (Judicial Magistrate First Class - JMFC) એટલે કે કોર્ટનો આદેશ મેળવવો ફરજિયાત બનશે. કોર્ટ તમામ પુરાવા અને ઘટનાની સત્યતા તપાસ્યા બાદ જ ઓર્ડર આપશે, જેના આધારે નવો દાખલો બનશે.
section 13(3)(A) : Any birth or death of which delayed information is given to the Registrar after two years of its occurrence, shall be registered only on an order made by a Judicial Magistrate of the first class, having jurisdiction over the area where the birth or death has taken place, after verifying the correctness of the birth or death and on payment of such fee as may be prescribed. The Registration of Births and Deaths Act, 1969 (18 of 1969) (the Act) was enacted to provide for regulation of registration of births and deaths and for matters connected therewith.
Bill no 140/2026👇
(getButton) #text=(download) #icon=(download) #color=(#e74c3c)
🪪 જન્મના પ્રમાણપત્રનું વધતું મહત્વ
- શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવા માટે
- મતદાર યાદીમાં નામ નોંધાવવા (Voter ID) માટે
- આધાર કાર્ડ (Aadhaar Card) કઢાવવા માટે
- પાસપોર્ટ (Passport) અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે
- સરકારી નોકરીઓની અરજી માટે
💡 નાગરિકો માટે મહત્વની સલાહ
સમયમર્યાદા અને નિયમો (ટાઈમલાઈન)
- 🟢 ૨૧ દિવસની અંદર: એકદમ મફત અને સરળ નોંધણી (કોઈ સરકારી ગૂંચવણ નહીં).
- 🟡 ૨૧ દિવસથી ૧ વર્ષ: નિયત લેટ ફી (Late Fee) ભરીને સ્થાનિક કક્ષાએ નોંધણી.
- 🟠 ૧ થી ૨ વર્ષનો વિલંબ: હવે ડાયરેક્ટ નોંધણી નહીં થાય. જિલ્લા કલેક્ટર / મેજિસ્ટ્રેટ (DM/SDM) ની લેખિત મંજૂરી જરૂરી.
- 🔴 ૨ વર્ષથી વધુ વિલંબ: વહીવટી અધિકારીઓ પણ કંઈ નહીં કરી શકે! કોર્ટ (Judicial Magistrate) નો ઓર્ડર લાવવો ફરજિયાત.
👶 ૧. જન્મ નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો (Birth Registration)
- હોસ્પિટલનો રિપોર્ટ (discharge card/birth proof): જો જન્મ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં થયો હોય, તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવતું ડિસ્ચાર્જ ફોર્મ અથવા જન્મનું પ્રમાણપત્ર.
- ઘરે જન્મ થયો હોય તો: જો જન્મ ઘરે થયો હોય, તો સ્થાનિક દાઈ (દાયણ) નો રિપોર્ટ, વિસ્તારના કાઉન્સિલર/તલાટી અથવા સોસાયટીના પ્રમુખનું લખાણ.
- માતા-પિતાના ઓળખના પુરાવા (કોઈપણ એક): આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ (Voter ID) અથવા પાસપોર્ટ.
- સરનામાનો પુરાવા (કોઈપણ એક): રેશનિંગ કાર્ડ, લાઈટ બિલ અથવા વેરા બિલ.
- નિયત અરજી ફોર્મ: ઓફલાઈન માટે કચેરીમાંથી મળશે અને ઓનલાઈન માટે પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
⚰️મરણ નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો (Death Registration)
- મેડિકલ સર્ટિફિકેટ (cause of death): જો મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય, તો ડોક્ટર દ્વારા પ્રમાણિત કરેલું મૃત્યુના કારણનું ફોર્મ.
- સ્મશાન/કબ્રસ્તાનની પહોંચ: અંતિમ સંસ્કાર કર્યાની સ્મશાનભૂમિ અથવા કબ્રસ્તાનની સત્તાવાર રસીદ કે પહોંચ.
- મૃતક વ્યક્તિના દસ્તાવેજો: મૃતકનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ (જે રદ કરવા માટે જરૂરી છે).
- અરજદાર (વારસદાર) ના પુરાવા: અરજી કરનાર નજીકના સંબંધીનું આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ (જેમાં મૃતકનું નામ હોય).
- સોગંદનામું (Affidavit): જો હોસ્પિટલ સિવાય કુદરતી રીતે ઘરે મૃત્યુ થયું હોય, તો અમુક કિસ્સામાં પંચનામું અથવા સોગંદનામું માંગવામાં આવી શકે છે.
📝જન્મ-મરણ નોંધણી જરૂરી દસ્તાવેજોનું ચેકલિસ્ટ (Checklist)
| દસ્તાવેજનો પ્રકાર | 👶 જન્મ નોંધણી માટે (Birth) | ✝️ મરણ નોંધણી માટે (Death) |
|---|---|---|
| મુખ્ય પુરાવો (Primary Proof) |
|
|
| ઓળખનો પુરાવો (ID Proof) |
|
|
| સરનામાનો પુરાવો (Address Proof) |
|
|
| અરજી ફોર્મ (Application Form) |
|
|


Welcome to the CRIMESPOT, please don't spam in comments.